નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયાના કસ્ટોડિયન (સીઇપીઆઇ) પાસે રહેલા વિપ્રો કંપનીના રૂ. ૧,૧૦૦ કરોડ કરતાં વધુ મૂલ્યના શેરનું વેચાણ કરી દીધું છે. આ પ્રકારનું એનિમી પ્રોપર્ટીનું પ્રથમ વાર સરકારે વેચાણ કરાયું છે. આ ૪.૪ કરોડ શેર પાકિસ્તાની નાગરિકોની માલિકીના હતા. ભારત સરકારે ૧૯૬૦ના દાયકામાં પાકિસ્તાન અને ચીન સાથે થયેલા યુદ્ધો બાદ ૧૯૬૮માં ઘડી કાઢેલા એનિમી પ્રોપર્ટી એક્ટની જોગવાઈઓ અંતર્ગત આ શેર જપ્ત કર્યાં હતાં.
સીઇપીઆઇએ અઝીમ પ્રેમજીની માલિકીના ૪.૩ કરોડ શેર રૂ ૨૫૮ના ભાવે વેચી દીધાં છે. તેમાંના ૩.૯ કરોડ શેર એલઆઇસી દ્વારા ખરીદાયા છે. હાલ સીઇપીઆઇ પાસે રૂ. ૩,૦૦૦ કરોડના શેર અને રૂ. એક લાખ કરોડથી વધુ મૂલ્યની સ્થાવર મિલકતો કબજામાં છે.