વિયેતનામની પ્રોપર્ટી ટાયકૂન ટુઓંગ માઈલા પર 12.5 બિલિયન ડોલરના ફ્રોડનો આરોપ છે. તેણે સાઈગોન જોઈન્ટ સ્ટોક કોમર્શિયલ બેન્કમાંથી 2012થી 2022 દરમિયાન અનેક બનાવટી કંપની શરૂ કરી તેના નામે શ્રેણીબદ્ધ લોન મેળવી 12.5 બિલિયન ડોલર એટલે કે 103 લાખ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. રાજધાની હોચી મિન્હની કોર્ટે આ કેસમાં 85ને દોષિત ઠરાવ્યા છે, જેમાં કંપનીના એકિઝક્યુટિવ્સથી સરકારી કર્મચારી સામેલ છે.