નવી દિલ્હીઃ ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીની વિવાદાસ્પદ પોસ્ટર સાથેની તસવીર વાયરલ થયા બાદ વિવાદ થયો હતો. તસવીરમાં ડોર્સીની સાથે મહિલાએ પ્લેકાર્ડ દર્શાવાયું હતું જેમાં લખ્યું હતું કે, ‘બ્રાહ્મણવાદી પિતૃ સત્તાને તોડી પાડો’ આ સૂત્રથી ઘણા ભારતીયો નારાજ થયા હતા. જોકે ડોર્સીએ આ પોસ્ટ બદલ માફી માગી હતી. ડોર્સીએ ભારતની મુલાકાત લીધી હતી ત્યારે તેમની ભારતની મહિલા પત્રકારો સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન એક મહિલા પત્રકારે પ્લેકાર્ડ હાથમાં લઈ ડોર્સી સાથે તસવીર પડાવી હતી. આ તસવીર વાયરલ થતાં દક્ષિણમાંથી લોકો નારાજ થયા હતા. કેટલાકે જણાવ્યું હતું કે પોસ્ટરમાં લખેલા શબ્દોનો અર્થ ડોર્સીને ખબર છે? જો ન હોય તો તેમણે બતાવવો જોઈએ.
ટ્વિટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ડોર્સીએ બંધ કમરામાં મહિલા પત્રકારો સાથે વાતચીત કરી હતી ત્યારે એક દલિત કાર્યકર્તાએ આ પોસ્ટર ડોર્સીને ભેટ આપ્યું હતું. પોસ્ટર પર લખેલું વાક્ય સીઈઓનું નિવેદન નથી. તેમ જણાવી ટ્વિટરના લીગલ પોલીસી વડાએ લોકોની માફી માગી હતી.