ઇન્દોરઃ વોહરા સમાજે ફરી એક વખત તમામ સમાજ માટે ઉત્તમ દૃષ્ટાંત રજૂ કર્યું છે. લગ્નના નામે થતાં ફાલતુ ખર્ચને ખતમ કરવા માટે સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ મૌલાએ ફરમાન જાહેર કર્યું છે કે સમાજમાં સાદગીથી વિવાહ થાય. સમાજના દરેક પરિવારનું ભવિષ્ય સલામત કરવામાં
આવે તેવો આ ફરમાનનો આશય પણ છે.
સમાજના લોકોએ તુરંત આ ફરમાન પર અમલ શરૂ કરી દીધો છે. અનેક પરિવારોએ સાદગીથી લગ્ન સમારંભો કર્યા છે. સૈયદના સાહેબને ત્યાંથી આવેલા ફરમાનમાં કહેવાયું છે કે જે આનંદ-ઉત્સાહથી લગ્ન થાય છે, તે એવા જ હોય, પરંતુ ફાલતુ ખર્ચ રોકવામાં આવે. વોહરા સમાજના મુખ્ય આમિલ શબ્બીરભાઈ નોમાનીના જણાવ્યા મુજબ ફરમાનની માહિતી બધા સમાજજનોને આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું ત્યારે અનેક લગ્ન સમારંભોમાં લગ્નનું કાર્ડ ખૂબ જ મોંઘું છપાવાય છે. તેનો
લગ્ન બાદ કોઈ ઉપયોગ નથી રહેતો. તેના કારણે સાદું કાર્ડ છપાવવામાં આવે.
સૈયદના સાહેબના કેટલાક આદેશો
• સમાજના લોકો એક-બીજા પર કોર્ટ કેસ નથી કરતા. જે કેસ પહેલાથી ચાલુ છે તે પાછા ખેંચાઈ રહ્યા છે અથવા ખેંચવામાં આવી રહ્યા છે.
• સમાજ તેના બેઘર લોકોને આવાસ પૂરાં પાડે છે.
• સમાજના જરૂરિયાતમંદ લોકોને ઘરનો સામાન પણ અપાય છે.
• લગ્ન અને અન્ય બધા સમારંભોમાં એક મીઠાઈ-એક તીખું બનાવાય છે.
• સમાજે ચાર વર્ષ પહેલાં ટિફિન સિસ્ટમ શરૂ કરી હતી. તેમાં સાંજનું ભોજન સમાજ તરફથી વોહરા પરિવારોમાં મસ્જિદોના માધ્યમથી પહોંચે છે.