ફેબિયો સબ્બિઓની નામના આ વડીલે જીવનના 97 વર્ષમાં અનેક ઐતિહાસિક ઘટના જોઈ છે. જોકે આ ઘટના અલગ છે. તેમણે આ વયે ગિનેસ બુકમાં નામ નોંધાવવા દાવો કર્યો છે. વાત એમ છે કે ઈટાલીના ટસ્કની નજીકના ઐતિહાસિક સિટી એરેઝોનાના રહેવાસી ફેબિયો વર્ષોથી ટ્રક એન્જિન રિપેર કરવાનું કામ કરે છે. વર્ષો વર્કશોપમાં વીત્યા, પણ રિટાયરમેન્ટ લેવાનું ટાળ્યું. પરિણામે તેમણે 2022માં સૌથી વૃદ્ધ કાર મિકેનિક બનીને ઈતિહાસ રચ્યો હતો. હવે, 2025માં પણ કાર્યરત રહીને ફેબિયોએ તેમનો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડયો છે અને નવેસરથી ગિનેસ બુકમાં નામ નોંધાવવા માટે રજૂઆત કરી છે.