ઇસ્તંબુલઃ તૂર્કીના ઇસ્તંબુલમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા એરપોર્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તેના લોકાર્પણ માટે દેશના ૯૫મા ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન રાજધાની અંકારને બદલે ઇસ્તંબુલમાં થયું હતું. ૧૮ દેશોના ૫૦થી વધુ નેતાઓની હાજરીમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયમ એર્દોગાને સોમવારે તેનું લોકાર્પણ કર્યું. ૩૧મી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાનું જાહેર કરાયું હતું. બ્લેક સીની નજીક બનેલા આ એરપોર્ટ પર પ્રથમ તબક્કામાં બે રન-વે પરથી ૯ કરોડ યાત્રીઓની વ્યવસ્થા સચવાશે. ૨૦૨૩માં તેની ક્ષમતા ૨૦ કરોડ યાત્રી વાર્ષિક થઈ જશે. તે ૧૯ હજાર એકરમાં ફેલાયેલું છે. તેનાથી ૨૫૦ એરલાઇન્સ ૩૫૦થી વધુ જગ્યાઓ માટે ઉડાન ભરશે. પ્રથમ તબક્કામાં રૂ. ૫૪ હજાર કરોડનો ખર્ચ થયો છે. જોકે કુલ ખર્ચ રૂ. ૮૮ હજાર કરોડ થશે.