વિશ્વના સૌથી વૃદ્ધ કોજોઇન્ડ ટ્વિન્સ રોની અને ડોની ગેલોનનું ચોથી જુલાઈના રોજ અમેરિકાના ઓહિયો સ્ટેટના ડેટોનમાં ૬૮ વર્ષની વયે નિધન થયું છે. ૨૮ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ જન્મેલા રોની અને ડોની ભાઇઓના શરીરને અલગ કરવા માટે ડોક્ટરોએ બે વર્ષ મહેનત કરી હતી. જોકે આમાં સફળતા ન મળતાં બંને ભાઈઓએ આજીવન સાથે જીવન વીતાવી નાંખ્યું હતું. સારવારના ખર્ચમાં કંગાળ થઇ ગયેલા પરિવારને મદદરૂપ બંને ભાઈઓએ લાંબો સમય કાર્નિવલ અને સરકસમાં કામ કર્યું હતું.