નવી દિલ્હી: રોયલ ઈસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર દ્વારા વિશ્વનાં ૫૦૦ પ્રભાવશાળી મુસ્લિમોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ટોચનાં ૫૦ પ્રભાવશાળી મુસ્લિમોમાં ભારતનાં મુફતી મોહમ્મદ અખ્તર રઝા ખાન કાદિરી અલ અઝહરી અને મૌલાના મસૂદ મદનીનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં પહેલા નંબર પર મિશ્રનાં પ્રોફેસર ડો. શેખ અહમદ મોહમ્મદ અલ તૈયબ છે જેઓ તૈયબ અલ અઝહર યુનિવર્સિટીનાં ચેરમેન છે અને અલ અઝહર મસ્જિદનાં ઈમામ છે. આ યાદીમાં ટોચનાં ૫૦ પ્રભાવશાળી મુસ્લિમોમાં પાકિસ્તાનનાં પીએમ નવાઝ શરીફ અને આર્મી ચીફ રાહિલ શરીફનો સમાવેશ કરાયો નથી. જોકે ટોચનાં ૫૦૦ મુસ્લિમોમાં નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફઝઈ અને પાક.નાં નવાઝ તેમજ રાહિલને સ્થાન અપાયું છે.