વિશ્વની સૌપ્રથમ એઆઈ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) બ્યુટી કોન્ટેસ્ટનું તાજેતરમાં આયોજન કરાયું હતું જેમાં મોરક્કોની એઆઈ અવતાર કેન્ઝા લેયલી વિજેતા બની છે. 1,500 અન્ય કોમ્પ્યુટર જનરેટેડ એઆઈ મોડલ્સને પછાડીને કેન્ઝાની ટીમ લગભગ 11 લાખ રૂપિયાનું પ્રાઇઝ મની જીતી ગઇ હતી. એઆઈ ટીમના જજના જણાવ્યા અનુસાર, તેઓ કેન્ઝાની પર્સનાલિટીથી પ્રભાવિત થયા હતા. એવોર્ડ જીતનાર ટીમના ડિરેક્ટરે જણાવ્યું કે, મિસ એઆઈ જીતવાથી તેમને એઆઈ ટેકનોલોજી માટે વધુ કામ કરવાની પ્રેરણા મળી છે. ઉલ્લેખનીય છે કે કેન્ઝાના સોશિયલ મીડિયામાં 1.90 લાખ ફોલોઅર્સ છે. રનરઅપ રહેલી લાલીનાના ઈન્સ્ટાગ્રામ પર 93,000 ફોલોઅર્સ છે. સેકન્ડ રનરઅપ રહેલી પોર્ટુગીઝ એઆઈ મોડલ ઓલિવીયા સી. ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર છે.