વિયેતનામની રાજધાની હેનોઇમાં વિશ્વની સર્વપ્રથમ સુવર્ણ જડિત હોટેલનો પ્રારંભ થયો છે. ગિયાંગ વો લેકની નજીક આવેલી આ હોટેલમાં સોનાનો ઢોળ ચડાવેલા હેન્ડલ્સ તો છે, પણ આ બેનમૂન હોટેલની દીવાલોથી માંડીને બાથટબ્સ અને ટોઇલેટ્સ સુદ્ધાં સોને મઢાયેલા છે. ડોલ્સ હેનોઇ ગોલ્ડ લેક હોટેલના દરેક રૂમમાં તમે જ્યાં પણ નજર કરો ત્યાં બસ સોનું જ સોનું જ જોવા મળે છે. એટલું જ નહીં, હોટેલના રુફ ટોપ પર આવેલા સ્વિમિંગ પુલમાં સોનાની ટાઇલ્સ લગાવવામાં આવી છે. 200 મિલિયન પાઉન્ડના તોતિંગ ખર્ચે સાકાર થયેલી આ ભવ્યાતિભવ્ય હોટેલમાં 24 કેરેટ સોનાનો ઉપયોગ કરાયો છે. 25 માળ અને 400 રૂમ ધરાવતી આ હોટેલના નિર્માણ કરવામાં 11 વર્ષનો લાંબો સમય લાગ્યો છે. હોટેલની અંદર અને બહાર બંને બાજુએ સોનું મઢવામાં આવ્યું હોવાથી
ઝગમગે છે.