ઈંગ્લિશ ચેનલમાં આવેલા નાનકડા સાર્ક નામના આઇલેન્ડ પર આવેલી આ જેલને વિશ્વની સૌથી નાનકડી જેલ કહી શકાય. ઈસ્વી સન ૧૮૫૬માં બાંધવામાં આવેલી આ જેલ આજે પણ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. માંડ ૫૦૦ નાગરિકોની વસ્તી ધરાવતા સાર્ક બેટની આ જેલમાં કેદીને વધુમાં વધુ બે દિવસ જ રાખવામાં આવે છે. જો ગુનેગારને બેથી વધુ દિવસની સજા ફટકારવામાં આવી હોય કે તેનો ગુનો અત્યંત ગંભીર હોય તો તેને ગર્નસે આઇલેન્ડ પર આવેલી જેલમાં મોકલી આપવામાં આવે છે.