વિશ્વની સૌથી પ્રાચીન બેંકિંગ સિસ્ટમ કેવી હોય તે સમજવું હોય તો પહેલાં તસવીર પર નજર ફેરવો અને પછી આગળ વાંચો... માનવ ઇતિહાસના સૌથી પ્રાચીન સામુહિક અન્ન ભંડાર દક્ષિણ મોરક્કોમાં મળી આવ્યા છે. આમાંથી કેટલાક તો છેક દસમી સદીના છે. આને ‘ઇગુદર’ કહેવામાં આવે છે. આ સામૂહિક અન્ન ભંડારમાં અનાજની સાથે કિંમતી જરઝવેરાત, શસ્ત્રો અને કાનૂની દસ્તાવેજો પણ રાખવામાં આવતા હતા. ‘ઇગુદર’ તરીકે ઓળખાતા આ અન્ન ભંડારને બેંકિંગ સિસ્ટમનું સૌથી પ્રાચીન સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ બેંકિંગ સિસ્ટમનો ઉપયોગ મોરોક્કોમાં વસતા અમાઝી જનજાતિના લોકો કરતા હતા. અમાઝી સમુદાયના લોકો તેનું સંચાલન પણ બહુ વ્યવસ્થિત કરતા હતા. ક્યો સામાન કે ચીજવસ્તુ કોની છે તે ઓળખવા માટે બોર્ડ પણ લગાવાયા હતા.