દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં દુલ્હન આકારની કેક પ્રદર્શિત કરાઈ છે. ૧૨૦ કિલોની આ કેક વિશ્વની સૌથી મોંઘી કેક ગણાવાઈ રહી છે. તેની કિંમત એક મિલિયન ડોલર છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં ૩ કેરેટના હીરા અને લેસવર્કનો ઉપયોગ કરાયો છે. તે ઉપરાંત નાના-નાના મોતી પણ લગાવાયા છે. ૧૮૨ સેન્ટીમીટર લાંબી આ કેક બનાવવામાં ૧૦૦૦ ઈંડાનો ઉપયોગ થયો છે જ્યારે તેની સજાવટમાં ૫ હજાર ફૂલો અને ૨૦ કિલોગ્રામ ચોકલેટનો ઉપયોગ થયો છે. આ આકર્ષક કેકની સજાવટ માટે પૂરા દસ દિવસ લાગ્યા છે.