વિશ્વનું સૌથી મોટું ફુલ

Saturday 11th January 2020 08:49 EST
 
 

સુમાત્રાઃ ઇન્ડોનેશિયામાં સુમાત્રા આઇલેન્ડ પરથી વિજ્ઞાનીઓને દુનિયાનું સૌથી મોટું ખીલેલું ફૂલ મળ્યું છે. તેનું નામ રેફલિસિયા છે. આ ફૂલનો વ્યાસ એટલે કે ઘેરાવો ૪ ફૂટનો છે. અત્યાર સુધીમાં જોવા મળેલા રેફલિસિયાના ફૂલોમાં આ સૌથી મોટું છે. આ અગાઉ ૨૦૧૭માં ૩ ફૂટનો વ્યાસ ધરાવતું અને ૧૨ કિલો વજનનું ફૂલ જોવા મળ્યું હતું.

રેફલિસિયા નામના આ ફૂલ કેસરી, આસમાની અને સફેદ રંગના હોય છે. નર અને માદા ફૂલની રચના એક જેવી જ હોય છે. તે એક પરોપજીવી છોડ છે. તેમાંથી એક ચોક્કસ પ્રકારની દુર્ગંધ આવે છે, જેનાથી જીવજંતુઓ આકર્ષાય છે પણ ફૂલના સંપર્કમાં આવતાં જ તે મરી જાય છે. રેફલિસિયાના છોડમાં કોઇ પાન હોતા નથી. તે પોતાનું પોષણ બીજા છોડમાંથી કરે છે.

મોટા ભાગે ઓક્ટોબર મહિનામાં આ ફૂલ ખીલવાની શરૂઆત થાય છે, જે માર્ચ મહિના સુધી રહે છે. તેનું આયુષ્ય ૬૫ દિવસનું હોય છે. ફૂલ નષ્ટ થાય તેના એક અઠવાડિયા અગાઉથી દુર્ગંધ આવવાનું શરૂ થઇ જાય છે અને અંતમાં ફૂલ કાળું પડીને નષ્ટ થઇ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter