અમદાવાદઃ જંગી સ્ટીમ્યુલસની અપેક્ષા તેમજ ફાઈઝરની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ૯૦ ટકા સફળ રહી હોવાના અહેવાલ છે. આ સાથે સોમવારે વૈશ્વિક બજારોમાં તેજીનો ઉન્માદ છવાયો હતો. દિવસ દરમિયાન એશિયા અને યુરોપના બજારોમાં ૨-૬ ટકાની વૃદ્ધિ જોવાયા બાદ મોડી સાંજે યુએસમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ ૫.૦૮ ટકા અથવા ૧૪૩૯.૫૦ના ઉછાળે ૨૯૭૬૨.૬૫ની તેની સર્વોચ્ચ સપાટી પર ખૂલ્યો હતો.
ફાઈઝર દ્વારા કોરોનાની રસીનું સફળ પરીક્ષણ કરાતા બજારે તેને વધાવી લીધું હતું.
ભારતીય બેન્ચમાર્ક્સ નિફ્ટી અને સેન્સેક્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. નિફ્ટી ૨૦ જાન્યુઆરીએ તેણે બનાવેલી ૧૨૪૩૦ની ટોચને પાર કરીને ૧૨૪૬૧ પર બંધ રહ્યો હતો જ્યારે સેન્સેક્સ ૭૦૪ પોઇન્ટ્સ ઊછળી ૪૨૨૭૫ની અગાઉની ટોચ કુદાવી ૪૨૫૯૭ પર બંધ રહ્યો હતો. યુએસમાં નવા પ્રમુખ તરીકે બાઈડન ઘોષિત થતાં સપ્તાહના અંતે રજૂ થયેલા પોઝિટિવ બેરોજગારીના આંકડા પણ માર્કેટમાં તેજીના ઉન્માદનું કારણ જણાવાયું છે.
યુએસ લેબર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં કુલ ૬૩૮ લાખ નવી જોબનો ઉમેરો જોવા મળ્યો હતો અને અનએમ્પલોઈમેન્ટ રેટ અથવા બેરોજગારીનો દર સપ્ટેમબર મહિનાના ૭.૯ ટકાથી ઘટીને ૬.૯ ટકા થયો હતો. આમ ત્રીજા ક્વાર્ટરમાં ૩ ટકાથી પણ ઊંચા ગ્રોથ રેટ બાદ બેરોજગારમાં ઘટાડા જેવા પોઝિટિવ ડેટા યુએસ તરફથી રજૂ થઈ રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે યુએસમાં જંગી રાહત પેકેજી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે. કોવિડના બીજા રાઉન્ડમાંથી પસાર થઈ રહેલા યુએસ ખાતે પેડ રિઝર્વ ઘણા સ્યથી ફિસ્કલ સ્ટીમ્યુલસની જરૂરિયાત હોવાનું જણાવી
રહી છે.