વિહંગાવલોકન - ૨૦૧૪ઃ બ્રિટન

Thursday 08th January 2015 04:26 EST
 

(ગત અંકથી ચાલુ)....

જુલાઇ
• ફોન હેકિંગ કૌભાંડમાં ન્યૂસ ઓફ ધ વર્લ્ડ અખબારના પૂર્વ તંત્રી એન્ડી કોલ્સનને ૧૮ મહિનાની જેલ

• ડેવિડ કેમરન કેબિનેટની પુનર્રચના, પ્રધાનમંડળમાં પ્રીતિ પટેલને સ્થાન, લોર્ડ ડોલર પોપટને પ્રવક્તાની જવાબદારી
• લોર્ડ કરણ બિલિમોરિયા ડોક્ટરેટની પદવીથી સન્માનિત
ઓગસ્ટ
• અન્યાયના પ્રતિકાર માટે રાધાબહેન પટેલને ૧૨૫,૦૦૦ પાઉન્ડનું જંગી વળતર
• ગાઝા મુદ્દે બેરોનેસ વારસીનું રાજીનામું
• લોર્ડ રાજ લૂમ્બાને યુનિવર્સિટી ઓફ નોર્ધમ્પ્ટન દ્વારા ઓનરરી ફેલોશિપ
• બ્રિટિશ જેહાદીનું સીરિયા યુદ્ધમાં મોત
• હાઉસ ઓફ કોમન્સમાં સંબોધન કરવા નરેન્દ્ર મોદીને એમપી વિરેન્દ્ર શર્માનું આમંત્રણ
• રોધરહામમાં ૧૪૦૦ માસૂમ બાળાનાં યૌનશોષણથી ચકચાર
સપ્ટેમ્બર
• ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલ્ટન ફરીથી ગર્ભવતી
• અંદાજે ૫૦૦ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાદરીએ બનાવટી લગ્ન કરાવ્યા હોવાનું બહાર આવ્યું
• આઇએસ ત્રાસવાદીઓ દ્વારા બ્રિટિશરનો શિરચ્છેદ
• રેફરન્ડમઃ સ્કોટલેન્ડવાસીઓએ યુકેથી છૂટા પડવાનો વિચાર નકાર્યો, ૫૫.૩ ટકા લોકો સાથે રહેવાના પક્ષમાં-૪૪.૭ ટકા લોકો આઝાદી માટે આતુર
• એબીપીએલ ગ્રૂપ દ્વારા પ્રતિષ્ઠિત ‘એશિયન એચિવર્સ એવોર્ડઝ’ એનાયત
• કટ્ટરવાદી અંજેમ ચૌધરી સહિત નવ લોકોની ત્રાસવાદ વિરોધી અભિયાનમાં ધરપકડ
ઓક્ટોબર
• બહુચર્ચિત અની દેવાણી હત્યાકેસમાં પતિ શ્રીયેને પોતાના સજાતીય સંબંધો કબૂલ્યા, જોકે અનીની હત્યાનું ષડયંત્ર ઘડ્યાનું નકાર્યું.
• માતા મીના પટેલની હત્યાના પ્રયાસના આરોપોમાં પુત્રી કુંતલ પટેલ એકમાં મુક્ત, બીજામાં દોષિત
• ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની હાજરીમાં લંડનમાં રિજનલ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી
• નરેન્દ્ર મોદીને આવકારવા અમે ઉત્સુક છીએઃ વડા પ્રધાન ડેવિડ કેમરન
• કેમરનના નિવાસસ્થાન ‘૧૦ ડાઉનીંગ સ્ટ્રીટ’ ખાતે દિવાળીની શાનદાર ઉજવણી
• બ્રેડફર્ડ નજીક મૂળ ગુજરાતી પિતાએ બે પુત્રીઓ અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાની ચર્ચા
નવેમ્બર
• લિબરલ ડેમોક્રેટ્સ અને લેબર પાર્ટી દ્વારા દિવાળીની ઊજવણી
• વિવાદાસ્પદ કુંતલ પટેલને ત્રણ વર્ષની કેદ
• એબીપીએલ ગ્રૂપ અને સંગત સેન્ટર દ્વારા ૮૫ વર્ષથી વધુ વયના વડીલોનું સન્માન
• બ્રિટન પર આતંકી હુમલાનો ખતરોઃ હોમ સેક્રેટરી થેરેસા મેનું મહત્ત્વનું નિવેદન
ડિસેમ્બર
• ડિટેક્ટિવ નવલકથાકાર પી ડી જેમ્સનું ૯૪ વર્ષની વયે નિધન
• ડો. રેમી રેન્જરે લંડનમાં ગાંધી પ્રતિમા માટે એક લાખ પાઉન્ડનું દાન આપ્યું
• વિશ્વમાં સૌથી લાંબુ લગ્ન જીવન ધરાવતા યુગલનો વિક્રમ ધરાવતા કરમચંદ ૧૦૯ વર્ષના અને તેમનાં પત્ની કરતારી ૧૦૨ વર્ષના થયાઃ ચાર પેઢીના સભ્યોએ જન્મદિનની ઉજવણી કરી
• કોર્ટે ૩૩૭ મિલિયન પાઉન્ડના સૌથી મોંઘા છૂટાછેડા મંજૂર કર્યા
• બહુચર્ચિત અની દેવાણી હત્યા કેસમાં પૂરતા પુરાવાના અભાવે પતિ શ્રીયેન આરોપમુક્તઃ કોર્ટે કેસ ફગાવી દેવાની અરજી સ્વીકારી
• ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને અંતિમ ઓટમ સ્ટેટમેન્ટમાં લોકોને અનેક રાહતો આપી
• સાંસદ હાઉસ ઓફ કોમન્સમાં આઇપેડમાં ગેમ રમતા ઝડપાયા
• બેરોનેસ શ્રીતિ વડેરા સેન્ટાન્ડર યુકેના પ્રથમ મહિલા અધ્યક્ષ
• તૃપ્તિબહેન પટેલ ધ હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રથમ મહિલા પ્રમુખ
• હિન્દુજા ગ્રૂપે સ્પેનિશ કંપની સાથે મળીને યુકેની ઐતિહાસિક ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડિંગ ખરીદી લીધું


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter