વીતેલા વર્ષ ૨૦૧૯નું વિહંગાવલોકન - દેશવિદેશઃ આંતરરાષ્ટ્રીય તખતે ભારતનો વધતો પ્રભાવઃ આતંકવાદ નાથવા મોદીની હાકલ

વીતેલા વર્ષ ૨૦૧૯નું વિહંગાવલોકન - દેશવિદેશ

Thursday 16th January 2020 02:37 EST
 
દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં સપ્ટેમ્બર ૨૦૧૯થી દાવાનળ ફેલાયો છે. ૨૦ નાગરિકો સહિત ૫૦ કરોડથી વધુ વન્યજીવો ભડથું થયાનો અંદાજ છે. પીડિતોમાં મોરિસન સરકાર સામે ભારે આક્રોશ પ્રવર્તે છે. અગન-જવાળા એટલી તીવ્ર છે કે ન્યૂ ઝીલેન્ડનું આકાશ કેસરિયું દેખાય છે.  
 

(ગતાંકથી ચાલુ...)
જુલાઈ
• જાપાનમાં જી-૨૦ બેઠકઃ આતંકવાદ નાથવા નરેન્દ્ર મોદીની હાકલ
• ૫૦થી વધુ ભારતીય શ્રમિકો ઈરાકમાં ફસાયા
• ઈરાને યુરેનિયમ ઉત્પાદનનો પરમાણુ કરાર તોડ્યો
• ૮.૭ કરોડ યુઝરનો ડેટા લીકઃ ફેસબુકને ૫ બિલિયન ડોલરનો દંડ
• દક્ષિણ સોમાલિયામાં હોટેલ મેદિના પર હુમલોઃ ૨૬નાં મોત
• ન્યૂ યોર્કમાં અચાનક બ્લેક આઉટઃ ૭૦,૦૦૦ મકાન અંધકારમાં
• યુએઈમાં પ્રથમ ભારતીયઃ લાલુ સેમ્યુલને શારજાહના ગોલ્ડન વિઝા
• પાકિસ્તાને ભારત માટે બંધ કરેલી એર સ્પેસ ખુલ્લી મૂકી
• ‘ફોર્બ્સ’ બિલિયોનેર ઈન્ડેક્સઃ જેફ બેજોસ પ્રથમ સ્થાને
• ઈરાને બ્રિટિશ જહાજ કબજે કર્યુંઃ ૧૮ ભારતીય ફસાયા
• સીરિયાના માર્કેટમાં રશિયાનો હવાઈ હુમલોઃ ૧૯નાં મોત
• જાપાનમાં વડા પ્રધાન પદે ફરી શિન્જો આબે
• ભારતીય સ્ટેન્ડ અપ કોમેડિયન મંજુનાથનું દુબઈમાં અવસાન
• જાપાનના એનિમેશન સ્ટુડિયોમાં આગઃ ૨૪ જીવતા ભુંજાયા
• ન્યૂ યોર્કમાં મંદિર નજીક હિન્દુ પુજારી ચંદર પુરી પર હુમલો
• વિખ્યાત ટીવી શો ‘મેન વર્સિસ વાઈલ્ડ’માં નરેન્દ્ર મોદી છવાયા
• નાઈજિરિયામાં બોકો હરામનો આતંકઃ ૨૩ની હત્યા
• કેલિફોર્નિયા ગુરુદ્વારામાં ગ્રંથી પર હુમલો
ઓગસ્ટ
• ટેક્સાસના મોલમાં અંધાધૂંધ ગોળીબાર, ૨૦નાં મોત
• વડા પ્રધાન મોદી ભૂતાન પ્રવાસેઃ ભારત સરકાર દ્વારા રૂ. ૫૦૦૦ કરોડની સહાય જાહેર
• કાબૂલમાં આઈએસનો વિસ્ફોટઃ ૬૩નાં મોત
• યુગાન્ડામાં ટેન્કરમાં આગ લાગતાં ૨૦નાં મોત
• બાંગ્લાદેશઃ ઝૂંપડપટ્ટીમાં આગ, ૫૦ હજાર બેઘર બન્યા
• નરેન્દ્ર મોદીને યુએઈ-બહેરિનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત
સપ્ટેમ્બર
• પાક. જેલમાં બંધ કુલભૂષણ જાધવ ભારે દબાણ હેઠળઃ ભારત
• યમનમાં હવાઈ હુમલોઃ ૧૦૦થી પણ વધુના મોત
• સુદાનના કબીલાઓમાં મોટા પાયે હિંસાઃ ૩૭નાં મોત, ૨૦૦ ઘાયલ
• ડોરિયન વાવાઝોડાથી બહામાસમાં વિનાશ, ૧૦ લાખનું સ્થળાંતર
• ૧૪થી નાના ૭૯થી મોટી વયનાને યુએસ વિઝા ઈન્ટરવ્યુમાંથી મુક્તિ
• કેનેડામાં માર્ગ અકસ્માતમાં ભરુચ જિલ્લાના ૩ વિદ્યાર્થીનાં મોત
• જાપાનમાં ફેથાઈ વાવાઝોડું ત્રાટક્યુંઃ ૯ લાખ મકાનમાં વીજળી ગુલ
• કેલિફોર્નિયા બોટ દુર્ઘટનાઃ ભારતીય દંપતી સહિત ૩૪નાં મોત
• મોદી રશિયાના પ્રવાસેઃ ફાર ઈસ્ટ રિજન વિકાસ માટે ૧ બિલિયન ડોલર આપવાની ભારતની જાહેરાત
• યુએઈ-સાઉદી અરેબિયાની પાકિસ્તાનને સ્પષ્ટ વાતઃ કાશ્મીર મુદ્દે કોઇ પણ દખલ નહીં કરીએ
• હ્યુસ્ટનમાં હાઉડી મોદીમાં ભારતીયો ઉમટ્યાઃ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, મોદીના નેતૃત્વમાં મજબૂત વાયબ્રન્ટ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિલ-મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૯નો ગ્લોબલ ગોલકીપર એવોર્ડ એનાયત
• પાકિસ્તાન લઘુમતીઓ માટે કબ્રસ્તાન, અમને આઝાદી આપાવોઃ સિંધી, બલોચ, પખ્તુન સમુદાયનો મોદીને અનુરોધ
• ભારતીય પેટ્રોનેટનો ટેલ્યુરિન સાથે કરારઃ ૫ મિલિયન ટન એલએનજી ખરીદશે
• પર્યાવરણને બચાવવા વૈશ્વિક આંદોલનની જરૂરઃ યુએનમાં મોદી
• ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા ઠાર મરાયોઃ ટ્રમ્પ
• ઈઝરાયલમાં ચૂંટણીઃ એક પણ પક્ષને બહુમતી નહીં
• રૂ. ૩૮ કરોડના હેરોઈન સાથે બ્રિટિશ પાકિસ્તાની દંપતીની ધરપકડ
• યુએસમાં પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલની ગોળી મારી હત્યા
ઓક્ટોબર
• વડાં પ્રધાન શેખ હસીના ભારત પ્રવાસેઃ બંને દેશો વચ્ચે ૭ કરાર
• ગોલ્ડ રિઝર્વમાં ભારત ૬૧૮.૨ ટન સોના સાથે વિશ્વમાં નવમું
• અમેરિકન ઈતિહાસના ખૂંખાર હત્યારા સેમ્યુઅલે ૯૩ હત્યા કબૂલી
• તાલિબાને ૧૧ સાથીઓના બદલામાં ૩ ભારતીયોને છોડ્યા
• સ્વીડનમાં યુએસ - નોર્થ કોરિયા વચ્ચે પરમાણુ ચર્ચા પડી ભાંગી
• સ્વિત્ઝર્લેન્ડે રતીયોનાં સ્વિસ ખાતાની માહિતી જાહેર કરી
• ઈરાકમાં બેરોજગારીનો વિરોધ કરનારા પર ગોળીબારઃ ૪૪નાં મોત
• રવાન્ડામાં ૧૯ આતંકી ઠારઃ પાંચની ધરપકડ
• કોલકતામાં જન્મેલા પ્રો. અભિજિત બેનર્જીને અર્થશાસ્ત્રનો નોબેલ
• ભારતમાં આર્થિક મંદી ગંભીર બનશેઃ વર્લ્ડ બેંકની ચેતવણી
• ગેરકાયદે ઘૂસણખોરીઃ મેક્સિકોએ ૩૧૧ ભારતીયને પરત મોકલ્યા
• પાકિસ્તાનમાં કૂકિંગ સ્ટવમાં વિસ્ફોટઃ કોચ સળગ્યો, ૭૩નાં મોત
• આઈએસના વડા બગદાદી આત્મઘાતી વિસ્ફોટમાં માર્યો ગયો
નવેમ્બર
• ચીન સામે ભારતના વધતા પ્રભુત્વને ‘આસિયાન’ દેશોનો ટેકો
• નેપાળ સરકારે બધા રાજ્યપાલોને સસ્પેન્ડ કર્યા
• હોંગકોંગમાં વહીવટી તંત્રે પ્રત્યાર્પણ બિલ પડતું મૂક્યું
• ભારત–પાક.ના વડા પ્રધાને કરતારપુર કોરિડોર ખુલ્લો મૂક્યો
• પાકિસ્તાનમાં હિંદુ વિદ્યાર્થિની નમ્રતા ચંદાણી પર દુષ્કર્મ બાદ હત્યા
• બ્રિક્સમાં મોદીઃ વિશ્વને સાથે મળી આતંક સામે લડવા આહવાન
• નેપાળે શિંગડા ભરાવ્યાઃ કાલાપાની અમારું, ભારત સૈન્ય ખસેડે
• શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદે ચીન સમર્થક ગોટબાયા રાજપક્સે
• પાકિસ્તાનમાં ઘૂસણખોરીના આરોપમાં બે ભારતીયોની ધરપકડ
• કેન્યામાં પૂરઃ ભૂસ્ખલનથી ૩૬થી વધુનાં મોત
• કોંગોમાં વિમાન તૂટી પડતાં ૨૫ પ્રવાસીનાં મોત
• કેનેડાના નવા પ્રધાનમંડળમાં ચાર ભારતીય
• ચીનમાં દસ લાખથી વધુ ઉઇગુર મુસ્લિમોને કેમ્પમાં કેદ
ડિસેમ્બર
• અમેરિકામાં બર્ફીલું તોફાનઃ ૩૦ સ્ટેટના ૧૨.૫ કરોડ લોકો પ્રભાવિત
• હત્યા કેસમાં સૂરીનામના રાષ્ટ્રપતિ ડિસાઈ બુટર્સને ૨૦ વર્ષ કેદ
• સુદાન સિરામિક ફેક્ટરીમાં આગઃ ૧૮ ભારતીય સહિત ૨૩નાં મોત
• અફઘાનમાં ૩૧ આતંકીઓનું આત્મસમર્પણ
• પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને દેશદ્રોહ બદલ મૃત્યુદંડ
• અફઘાન રાષ્ટ્રપતિ પદે ફરી અશરફ ગની
• ક્યુબામાં ૧૯૭૬ બાદ પ્રથમ વખત વડા પ્રધાનની નિમણૂક
• પાકિસ્તાનઃ ટેરર ફંડિગ કેસ, હાફિઝ સઇદ - તેના ૩ સાથી દોષિત
• ચર્ચ હવે દુષ્કર્મ પીડિત, આરોપી અને સાક્ષીઓના નામ છુપાવી નહીં શકેઃ પોપ ફ્રાન્સિસે નિયમ બદલ્યા (સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter