વુહાનથી જ કોરોના ફેલાયો હોવાનો WHOનો દાવો

Tuesday 16th February 2021 15:35 EST
 

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા મંગળવારે ૧૦૯૭૯૦૧૦૨, મૃતકાંક ૨૪૨૧૩૯૨ અને કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા ૮૪૩૩૮૪૮ નોંધાઈ છે દરમિયાન, ૧૫મી ફેબ્રુઆરીએ કોરોનાનો વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સમિતિએ પોતાનો અહેવાલ જારી કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, કોરોનાનો જીવલેણ વાઈરસ ચીનનાં વુહાનથી જ ફેલાયો હોવાનાં નક્કર પુરાવા મળ્યા છે. WHOનાં રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર ૨૦૧૯માં આખી દુનિયામાં હાહાકાર મચાવતો કોરોના ચીનનાં વુહાનથી જ ફેલાયો હતો. આ સાથે ચીને જેની તપાસ ન થવા દીધી તેવા હજારો બ્લડ સેમ્પલ્સ તુરંત ઉપલબ્ધ કરાવવા ચીનનાં સત્તાવાળાઓને તાકીદ કરાઈ છે. વુહાનમાં કોરોનાનાં સૌથી વધુ વાઈરસ હતા અને ધારણા કરતા કોરોનાનો કહેર ૫૦૦ ટકા વધારે હતો.
ન્યૂ ઝીલેન્ડમાં નવા કોરોનાનો પ્રકોપ
કોરોના સામેની લડતમાં સૌથી સફળ રહેલા ન્યૂ ઝીલેન્ડમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. આ વખતે કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવતાં વડાં પ્રધાન જેસિંડા એર્ડને કોરોનાને વકરતો અટકાવવા તાત્કાલિક પગલાં લેવા શરૂ કર્યાં છે. દેશના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં રવિવારથી જ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી.
ટ્રુડોએ વેક્સિન માટે ભારતને ફોન કર્યો
ભારતીય પીએમઓના જણાવ્યા અનુસાર કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ૧૧મીએ ભારતીય વડા પ્રધાન મોદીને ભારત પાસેથી કેનેડાની કોવિડ ૧૯ વેક્સિનની જરૂરિયાત અંગે ફોન કર્યો હતો. વડા પ્રધાન મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારતે અન્ય દેશો માટે કર્યું છે તેમ કેનેડાને પણ મદદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter