વેક્સિનેશન અને આરોગ્યલક્ષી તૈયારી વધારવા ૧૯૪ દેશોને અપીલ

Wednesday 01st December 2021 04:55 EST
 
 

જિનિવાઃ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના નેજામાં કામ કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ તેના ૧૯૪ સભ્ય દેશોને વેક્સિનેશન ઝુંબેશ મોટા પાયે હાથ ધરવા અને જે જે લોકોને વેક્સિન આપવાની બાકી છે તેને વેક્સિન આપીને સુરક્ષાલક્ષી પગલાં લેવા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત ઇમરજન્સીમાં આવશ્યક આરોગ્યલક્ષી સેવાઓ માટે સજ્જ રહેવા તાકીદ કરાઈ છે. માસ્કનો ઉપયોગ વધારવા, ફિઝિકલ ડિસ્ટન્સ રાખવા, ઇન્ડોર જગ્યાઓમાં વેન્ટિલેશન વધારવા, ભારે ભીડભાડ નહીં કરવા અપીલ કરાઈ છે. કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ આખી દુનિયા માટે મોટો ખતરો સર્જી શકે છે તેવી ચેતવણી ‘હૂ’ દ્વારા આપવામાં આવી છે.
અનેક દેશોમાં મોટાપાયે રિસર્ચ શરૂ
‘હૂ’એ કહ્યું હતું કે ઓમિક્રોન કેટલો ઘાતક છે અને સંક્રમણ વધારવાની કેટલી ક્ષમતા ધરાવે છે તે અંગે સાઉથ આફ્રિકા સહિત વિશ્વનાં અનેક દેશોમાં રિસર્ચ શરૂ કરાયું છે. જેમ જેમ પરીણામો આવતા જશે તેમ દુનિયાને તેની જાણ કરાશે.
ઓમિક્રોન ૧૩ દેશમાં પહોંચ્યો
ઓમિક્રોન બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જર્મની, હોંગકોંગ, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, પોર્ટગલ, કેનેડા, ઇઝરાયેલ સહિત ૧૩ દેશમાં પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકામાં તેનું પહેલું સિક્વન્સિંગ જોવા મળ્યું હતું.
અનેક સ્વરૂપ બદલતો ઓમિક્રોન
ઓમિક્રોન માનવીઓની જેમ અનેક સ્વરપો બદલી રહ્યો છે. ડેલ્ટાની સરખામણીએ તે ઝડપથી સ્વરૂપ બદલી રહ્યો છે. રોમની બેમબૂનો ગેસ હોસ્પિટલમાં તેની પહેલી તસવીર સામે આવી છે. તે સતત માનવ કોશિકાઓના સંપર્કમાં છે. બીજી તરફ કોરોનાના જુદા જુદા વેરિયન્ટને અસરકારક વેક્સિન બનાવનાર મોર્ડનાએ દાવો કર્યો છે કે નવા વેરિયન્ટ ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી. ૨૦૨૨ સુધીમાં તેને અંકુશમાં રાખી શકે તેવી વેક્સિન બનાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter