કરાકરા: રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા વેનેઝુએલામાં પાંચ દિવસથી ચાલી રહેલા બ્લેકઆઉટને લીધે ૧૨મીએ સ્થિતિ વણસી હતી. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૫ રાજ્યોમાં વીજળી પણ નહોતી. બ્લેકઆઉટને લીધે ૧.૩ કરોડ લોકો હેરાનગતિમાં મુકાયા હતા. મેડિકલ ટ્રીટમેન્ટ માટે સૌથી વધુ હેરાનગતિ ઊભી થયાના અહેવાલ હતાં. દસમીથી દેશમાં માંદગીના પ્રશ્નોનો સામનો કરતા ૧૭ દર્દીનાં ૧૨મીએ મૃત્યુ નોંધાયા હતા. અંધકારનો ફાયદો ઉઠાવીને ગુનેગારોએ દુકાનોમાં લૂંટ ચલાવી હતી. લોકોને પણ લુંટારુઓએ નિશાન બનાવ્યા હતા. કરાકસમાં લૂંટ અને ચોરીની ૧૫૦૦થી વધુ ઘટનાઓ બની હતી.
આ ઘટનાઓ બાદ આરોપીઓની ધરપકડ શરૂ થઈ હતી. એક પછી એક એટલા આરોપીઓ જમા થયા કે પોલીસ સ્ટેશનમાં જગ્યા પણ ન બચી. પોલીસે પકડેલા આરોપીઓને રોડના કિનારે લાઈનસર સુવડાવી દીધા હતા.