કરાકાસઃ રાજકીય સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં બ્લેકઆઉટ થઈ ગયો છે. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૮મા આઠમીથી વીજળી નથી. બ્લેકઆઉટની અસર અંદાજે ૨ કરોડ લોકો પર પડી છે. રાજધાની કરાકાસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાન નહીં ઊડે. બહારનાં વિમાનોને ડાઇવર્ટ કરાયાં છે. અદાજે ૧૦ હજાર લોકો એરપોર્ટ પર આખી રાત ફસાયા હતા. બ્લેકઆઉટ પર સત્તા અને વિપક્ષમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે. પ્રમુખ નિકોલસ માદુરોએ કહ્યું કે વિપક્ષના નેતા જુઆન ગુઇદો અમેરિકા સાથે મળીને દેશને અંધારામાં નાંખી રહ્યા છે. ગુઈદોએ કટાક્ષ કર્યો કે માદુરોના સત્તા પરથી હટ્યા પછી દેશમાં પ્રકાશ ફેલાશે. મીડિયા રિપોર્ટ મુજબ બોલિવર રાજ્યનો હાઇડ્રોઇલેક્ટિરક પ્લાન્ટ ફેલ થવાના કારણે વીજળી કપાઈ છે.