કારાકાસઃ દક્ષિણ અમેરિકાનાં ફુગાવો અને સખત નાણાંભીડમાં સપડાયેલા વેનેઝુએલામાં જેલ તોડીને ભાગવાની ફિરાકમાં કેદીઓએ આગ લગાડતા ૬૮ લોકોનાં મોત થયા હતા. કારાબોબોની જેલમાં અરાજકતા સર્જવા કેદીઓએ ગાદલા ગોદડાઓને આગ લગાડી હતી અને હિંસા ફેલાઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કેટલાક કેદીઓ જીવતા ભુંજાઈ ગયા હતા જ્યારે કેટલાકનું શ્વાસ રુંધાઈ જવાથી મોત થયું હતું. મૃતકોમાં કેદીને મળવા આવનાર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
વધતા જતા ફુગાવો, વધતી બેકારી અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે વેનેઝુએલામાં લોકો જીવતા દોજખની વચ્ચે જીવી રહ્યા છે. લોકોની હાલત દયનીય છે.