કારાકસઃ આર્થિક સંકટ સામે ઝઝૂમતા લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરૌને મોટી જીત મળી છે. વિપક્ષે માદુરૌ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતાં નિષ્પક્ષ ચૂંટણી યોજવાની માગ કરી છે. ચૂંટણીપંચ અનુસાર દેશમાં ૪૬ ટકા મતદાન થયું હતું. માદુરૌને ૬૭.૭ અને તેમના હરીફ હેનરી ફોલ્કનને ૨૧.૨ ટકા વોટ મળ્યા હતા. ખ્રિસ્તી ધર્મના પ્રચારક જેવિયર બટુર્ચી ૧૧ ટકા વોટ સાથે ત્રીજા ક્રમે છે. માદુરૌએ જીતને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે દેશમાં પહેલાં ક્યારેય રાષ્ટ્રપતિને ૬૮ ટકા વોટ નથી મળ્યા. વિપક્ષી નેતા ફાલ્કને ચૂંટણી પરિણામ પહેલાં આક્ષેપ કર્યો હતો કે, મતદાન માટેના નિયત સમય બાદ પણ મતદાન કેન્દ્ર ખુલ્લાં રહ્યાં હતાં.