કારાકસઃ વેનેઝુએલામાં હાલમાં ‘બ્રેડવોર’ની સ્થિતિ છે. અહીંની સમાજવાદી સરકારે આર્થિક અરાજકતાને કાબૂમાં લઈને સ્થિતિને સામાન્ય બનાવવા માટે મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ અને બેકરીઓ પર છાપા માર્યા હતા. સરકારે અનેક ફૂડલાઈન સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આક્ષેપ થઈ રહ્યા છે કે દેશમાં એક તરફ અનાજની અછત પ્રવર્તે તો બીજી તરફ બેકરીઓના માલિકે વિદેશથી આયાત થેયલા લોટનો મોંઘા ખાદ્યપદાર્થ બનાવવા પાછળ ખર્ચી રહ્યા છે. સરકારનું કહેવું છે કે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતાં અનાજમાંથી તૈયાર થયેલા ખાદ્યપદાર્થની કિંમત ઓછી હોવી જોઈએ. પરંતુ વેનેઝુએલામાં એવું નથી.
સરકારે ફૂડલાઈન્સની અનેક દુકાનોનો કબજો લઈને બ્રેડ ઉત્પાદન થાય તેની તકેદારી રાખવાની શરૂઆત કરી છે. ૯૦ દિવસ સુધી સરકાર તેના પર કબજો રાખશે. મોંઘવારી આસમાને પહોંચી હોવાના સંજોગોમાં લોકોને ઘેર ઘેર જઈને સરકાર અનાજ વિતરણ કરાવી રહી છે.