કરાકસઃ વેનેઝુએલામાં રાજકીય કટોકટી સર્જાઈ છે. જેના કારણે ઠેરઠેર હિંસા ફાટી નીકળી છે. સુરક્ષાતંત્રએ વળતો હુમલો કર્યો હતો, જેમાં ૧૩નાં મોત થયાં હોવાનો દાવો હ્યુમન રાઈટ્સ ગ્રુપે કર્યો હતો. પ્રમુખ નિકોલસના વિરોધમાં વેનેઝુએલામાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
વેનેઝુએલાના કરાકસસ્થિત એક હ્યુમન રાઈટ્સ ગ્રુપે દાવો કર્યો હતો કે છેલ્લા બે દિવસથી નિકોલસ માદુરોના વિરોધ પ્રદર્શનો દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ૧૩ના મોત થયા છે. એમાં ઘણાંખરાના મોત સુરક્ષાતંત્રના ફાયરિંગના કારણે થયા છે.
વેનેઝુએલાના પ્રમુખ નિકોલસના વિરોધમાં પાટનગરની નજીકમાં એક સૈન્ય ટુકડીએ બળવો કર્યો હતો. એક વીડિયોમાં સૈન્ય ટુકડીએ લોકોને અપીલ કરી હતી કે નિકોલસના વિરોધમાં તેમને સમર્થન કરે. એ પછી રાજકીય કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી.