કેરાકેસઃ વેનેઝુએલામાં બીજી મેએ ‘મે’ ડેએ વિરોધ પક્ષના સમર્થકો અને સંરક્ષણ દળો વચ્ચે થયેલી અથડામણમાં એક મહિલાનું મોત થયું હતું અને ૪૬ લોકો ઘાયલ થયા હતાં. વિરોધ પક્ષના નેતા જુઆન ગુઇદો અને તેમના સમર્થકોએ પ્રમુખ નિકોલસ મદુરો વિરુદ્ધ દેખાવો કર્યા હતાં.
બિન સરકારી વેનેઝુલેન ઓબ્ઝર્વેટરી ઓફ સોશિયલ કોન્ફલિટે ટ્વિટર પર જણાવ્યું છે કે ૨૭ વર્ષીય જુરબિથ રાસોઓને માથામાં ગોળી વાગવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ સંગઠને મહિલાના મોતને હત્યા ગણાવી છે. નેશનલ ગાર્ડના સૈનિકોએ પથ્થરમારો કરતા દેખાવકારો પર ટિયર ગેસના સેલ
છોડયા હતાં.