પેરિસઃ વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે સોમવારે એવો દાવો કર્યો છે કે, તેમણે સૌર મંડળમાં પૃથ્વી જેવા રહેવાલાયક ત્રણ ગ્રોહની શોધ કરી છે. તાજેતરમાં જ કરાયેલાએક સંશોધનને નેચર નામની મેગેઝનમાં પ્રકાશિતકરવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, પૃથ્વી અને શુક્રની જેમ વાતવરણ ધરાવતા ત્રણ નવા ગ્રહોની શોધ કરાઈ ચે. જેઓ ૩૯ પ્રકાશવર્ષ દૂર આવેલા છે. બેલ્જિયમની યુનિવર્સિટી ઓફ લીજના એસ્ટ્રોફિઝિસિસ્ટ તથા મુખ્ય સંશોધનકાર માઇકલ ગિલોને જણાવ્યું હતું કે, આપણા સૌર મંડળ બહાર પણ હવે જીવન મળી શકવાની સંભાવના ઊભી થઈ છે. વૈજ્ઞાનિકોએ સૌર મંડળમાં ભ્રમણ કરતા ગ્રહોની ચાલ અને વાતાવરણ પૃથ્વી જેવું હોવાથી દાવો કર્યો છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તમામ ત્રણેય ગ્રહોનો આકાર આપણી પૃથ્વી જેટલો જ છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે, અહીં વસવાટ માટેની સંભાવના છે. બીજી તરફ તેમણે એવો પણ દાવો કર્યો છે કે, આ ગ્રહો પર વાતાવરણ પૃથ્વી જેવું જ છે. હાલના તબક્કે આ સંશોધનમાં દાવો કરાયો છે, પરંતુ તેના પર વધુ સંશોધનો હવે પછી હાથ ધરવામાં આવશે.
વૈજ્ઞાનિકોએ આ શોધને ક્રાંતિકારી શોધ ગણાવી છે. ગિલોને અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ ચિલીમાં ટ્રેપિસ્ટ નામથી ઓળખાતા ૬૦ સેન્ટિમીટરના ટેલિસ્કોપ દ્વારા આ નાના તારાઓની શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે, આ ત્રણેય ગ્રહો નિયમિત રીતે સૌર મંડળમાં પરિક્રમા કરી રહ્યા છે. અને તે રહેવાલાયક ગ્રહોની જેમ ઠંડા છે. આમાંના બે ગ્રહો સૌર મંડળમાં ૧.૫ અને ૨.૪ દિવસમાં એક ચક્કર લગાવે છે.