મુંબઇ: છેલ્લા એક વર્ષથી સોનાના ભાવમાં મોટા પાયે વોલેટિલિટી વચ્ચે વિશ્વભરના સૌથી જાણીતા અને સફળ રોકાણકારોમાંના એક વોરેન બફેટે પોતાના સંપૂર્ણ ગોલ્ડ હોલ્ડિંગ વેચ્યા છે. તેમની કંપની બર્કશાયર હેથવેએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ અંગે જણાવ્યું હતું. બર્કશાયર હેથવેએ ૨૦૨૦ના ચોથા ત્રિમાસિકમાં સોનાની ઇંટો વેચી હતી. ત્રીજી ત્રિમાસિકમાં કંપનીએ સોનાનો અમુક હિસ્સો પણ વેચ્યો હતો.
સોનાનો કોઇ વ્યવાહારિક ઉપયોગ નથી
બફેટની કંપની સોનામાં સતત રોકાણ કરી રહી હતી ત્યારથી જ તેમને ઓળખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. કારણ કે, બફેટે સોના પ્રત્યે તેમના નકારાત્મક દૃષ્ટિકોણ માટે જાણીતા છે. ૧૯૯૮માં, બફેટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેમના લેક્ચરમાં સોનાને નકામી ચીજ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, તેનો કોઇ વ્યવહારિક ઉપયોગ નથી. સોના વિશે બફેટની આ ટિપ્પણી ખૂબ પ્રખ્યાત થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, સોનાનું ખાણકામ આફ્રિકા અને કેટલાક અન્ય દેશોમાં થાય છે. ત્યારબાદ અને તેને પીગાળીએ છીએ. હું તેમને કહ્યું છું કે, વધુ એક ખાડો ખોદો. જેમાં ફરીથી સોનું નાખી જમીન નીચે દબાવી દો. પછી તેની સુરક્ષા માટે લોકોને કામ પર રાખવાના અને પગાર ચૂકવવાનો. તમે બસ આ જ કરી શકો છો. તમે જોઇ શકો છે કે, તેની કોઇ ઉપયોગિતા નથી. જો કોઇ મંગળ ગ્રહ પરથી આ બધું જોઇ રહ્યું છે. તો તે પોતાનું માથું ખંજવાળી રહ્યો હશે કે, આ બધું શું થઇ રહ્યું છે?
બફેટને ૧૩ ટકા નુકસાન
ગયા વર્ષે, જ્યારે બફેટે ઉનાળામાં સોનું ખરીદ્યું હતું ત્યારે સોનાનો ભાવ આશદીઠ ૨,૦૬૫ ડોલર (૨૮.૩૫ ગ્રામ) હતો. મેક્સ કીઝર જેવા વિશ્લેષકોએ બફેટના પગલાંને તેમની રોકાણ વ્યૂહરચનામાં ૩૬૦ ડિગ્રીનું પરિવર્તન આવ્યું હોવાનું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્વિટ કર્યું હતું કે, બફેટ બેન્કોના શેર વેચીને સોનું ખરીદી રહ્યા છે. જે તેમના વલણમાં સંપૂર્ણ પરિવર્તન દર્શાવે છે. તે કરે તો શું કરે, સેન્ટ્રલ બેન્કો લાખો ડોલરની કરન્સી પ્રિન્ટ કરી રહ્યા છે. અને કન્સીનું મૂલ્ય ઘટાડી રહ્યા છે. બફેટની કંપનીએ ચોથા ત્રિમાસિક ગાળામાં સોનાનું વેચાણ શરૂ કર્યું હતું જ્યારે સોનાના ભાવ ઔંશદીઠ ૧,૮૦૦ ડોલરની નીચે હતા. જે આ રોકાણ મારફત ૧૨.૮ ટકાથી ખોટ દર્શાવે છે.