શંકાસ્પદ રોગને માત આપનારા ભારતીય જેડનનું સ્વાગત

Tuesday 19th May 2020 15:27 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં જેડન હરદ્વાર નામનો આઠ વર્ષીય બાળક કાવાસાકી-લાઈક્ડ ઈન્ફ્લેમેટરી ડિસીઝને માત આપીને પરત ફર્યો હતો. આ દરમિયાન પાડોશીઓ અને ફાયર ડિપાર્ટમેન્ટ ઓફ ધ સિટી ઓફ ન્યૂ યોર્કના સભ્યોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું. મોટા ભાગે બાળકોને થતાં આ રોગના કારણો અંગે હજુયે મતમતાંતર છે. એવું કહેવાય છે કે, કાવાસાકી નામનો આ રોગ કોરોના વાઈરસ સાથે પણ સંબંધ ધરાવે છે. આ રોગના દર્દીને હૃદયમાં અને આખા શરીર પર બળતરા થાય છે. અત્યાર સુધી એકલા ન્યૂ યોર્કમાં આ રોગથી પીડાતા ૫૦ બાળદર્દી નોંધાઈ ચૂક્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter