નવી દિલ્હીઃ ચીને વિકાસના નામે શ્રીલંકાને કરોડોનાં દેવામાં ડૂબાડીને તેનાં નસીબ પર છોડી દીધું છે, ત્યારે ભારત અને ભારતના વડા પ્રધાન મોદી શ્રીલંકાનાં સંકટમોચક બનીને તેમની મદદમાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં ભારતે શ્રીલંકાને રૂ. 19,000 કરોડથી વધુ સહાય મોકલી આપી છે. પૈસે ટકે બરબાદ થઈ ગયેલા શ્રીલંકાને ભારત દ્વારા હાલમાં ડીઝલ, ચોખા અને દવાઓ તેમજ આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે.
શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર ગોપાલ બાગલેએ કહ્યું હતું કે, ભારતે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શ્રીલંકાને 250 કરોડ ડોલર એટલે કે આશરે રૂ. 19,000 કરોડની મદદ કરાઈ છે. 4 વખત ડીઝલ અને પેટ્રોલિયમનો જ્થ્થો મોકલી અપાયો છે. 40 હજાર ટન ડીઝલ મોકલી આપવામાં આવ્યું છે, જ્યારે વધુ 20 હજાર ટન ડીઝલ મોકલી આપવામાં આવશે. ફેબ્રુઆરીમાં બંને દેશો વચ્ચે 500 મિલિયન ડોલરની ક્રેડિટ લાઈન માટે સંમતિ સધાઈ હતી. જે બાદ ભારત દ્વારા શ્રીલંકામાં 1,50,000 ટન જેટ એવિએશન ફયૂઅલ, ડીઝલ અને પેટ્રોલ મોકલી આપવામાં આવ્યા છે.
ભારતે કરેલી સહાય શ્રીલંકા માટે જીવાદોરી સમાન પુરવાર થઈ છે. ભારતે શ્રીલંકાને 1 અબજ ડોલરની લોન આપવા તૈયારી દર્શાવી છે. આથી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવામાં તેને રાહત રહેશે. ભારતે ચોખાનો મોટો જથ્થો મોકલી આપ્યો છે, તેથી ત્યાં ચોખા સસ્તા થશે તેવી
ધારણા છે.