કોલંબોઃ શ્રીલંકામાં ગત મહિને ઈસ્ટરની ઊજવણીમાં થયેલા આતંકી હુમલા બાદ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી. રાજ્યમાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટને પગલે મસ્જિદો, મુસ્લિમો અને તેમના દ્વારા ચલાવાતી દુકાનો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. જેથી સરકારે ફેસબુક, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી આખા દેશમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. શ્રીલંકાના ચિલોવ પ્રાંતમાં મુસ્લિમ વેપારીએ ફેસબુક પોસ્ટમાં કરેલી વાંધાજનક કોમેન્ટને પગલે તે વિસ્તારના મુસ્લિમો, મસ્જિદો અને મુસ્લિમોની દુકાનો પર હુમલાની ઘટના નોંધાઈ હતી જેથી પોલીસે ત્યાં કર્ફ્યુ લાગુ કર્યો હતો અને તેના એક દિવસ પછી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જાહેર કરાયો છે.