• મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની પત્ની મહેઝબીન કોરોના લીધે કરાંચીમાં દાખલ થયા અને દાઉદનું મોત થયું એ સમાચારને દાઉદના ભાઇ અનિસે ખોટા ગણાવ્યા છે.
• ભારત-નેપાળ વચ્ચે સરહદ મુદ્દે વિવાદ દરમિયાન ભારતે જૂનો કરાર પાળવાનું નક્કી કર્યું છે. નેપાળ સ્થિત ભારતીય રાજદૂતે કહ્યું હતું કે ૨૦૧૫ના ભૂકંપ વખતે ભારતે નેપાળમાં ૫૬ શાળાઓ બાંધી દેવાનું વચન આપ્યું હતું. ભારત રૂ. ૧૮૪ કરોડના ખર્ચે એ શાળાઓ બાંધી આપશે.
• લદ્દાખ વિવાદઃ ભારત-ચીનના આર્મી અધિકારીઓની બેઠક પહેલાં ભારતે ૩,૪૮૮ કિમી લાંબી એલઓસી પર પેટ્રોલિંગ વધાર્યું છે.
• જિયો પ્લેટફોર્મ્સમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રૂ. ૫૬૮૩.૫૦ કરોડનું રોકાણ કરીને ૧.૧૬ ટકા હોલ્ડિંગ ખરીદ્યાના અહેવાલ છે.
• યસ બેંક પાસેથી રૂ. ૨,૨૬૦ કરોડનું ધિરાણ લઈ ન ચૂકવનારી ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સના પાંચ સંકુલ પર ઈડીએ પમીએ દરોડા પડ્યા હતા.
• જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ પિંજોરા વિસ્તારમાં સોમવારે ચાર ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. રવિવારે પણ ભારતીય સેનાએ શોપિયામાં પાંચ આતંકીઓને ઠાર માર્યા હતાં.
• હરિયાણાના ગુરુગ્રામમાં મેદાંતા મેડિસિટી હોસ્ટિલ અને તેના ચેરમેન ડો. નરેશ ત્રેહન તથા તેમના બવન સહયોગીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગની એફઆઈઆર નોંધાઈ છે.
• ઉ. પ્રદેશમાં ૨૫ સ્કૂલોમાં અભ્યાસ કરાવનાર અને ૧૩ મહિનામાં એક કરોડ રૂપિયાનો પગાર લેનારી શિક્ષિકા અનામિકા શુક્લાની છઠ્ઠીએ કાસગંજ પોલીસે ધરપકડ કરી હતી.
• અકાલ તખ્તના જથેદાર જ્ઞાની હરિપ્રીત સિંહે અમૃતસર સુવર્ણ મંદિર ખાતે ઓપરેશન બ્લુસ્ટારની ૩૬મી વરસીએ ફરી અલગ ખાલિસ્તાન અંગે કહ્યું કે, જો સરકાર અલગ રાજ્યની ઓફર કરશે તો અમે તે સ્વીકારીશું.
• લોકડાઉનમાં ભારતમાં બેહાલ શ્રમિકોના સ્થળાંતર મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ રાજ્યો પોતાના શ્રમિકોની નોંધણી - કાઉન્સેલિંગ કરે અને તેમને રોજગાર આપવાની વ્યવસ્થા કરે.
• ભારત સ્થિત પાકિસ્તાન દૂતાવાસના બે કર્મીઓને ભારતે જાસૂસીના આરોપમાં હાંકી કાઢ્યા પછી પાક.માં ભારતીય રાજદૂત ગૌરવ અહલુવાલિયા પર ISI નજર રાખે છે.
• રશિયામાં તેલ અને લુબ્રિકન્ટનો મોટો જથ્થો લીક થઈને ધ્રુવીય પ્રદેશમાં નોરિલસ્ક શહેર નજીકની નદીમાં વહેતાં પ્રમુખ વ્લાદિમીર પુતિને ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રમાં કટોકટી જાહેર કરી હતી.