૮ લાખ ભારતીયોએ કુવૈત છોડવું પડી શકે
કુવૈત: કુવૈતમાં રહેતા ૮ લાખ ભારતીયોએ વતન પાછા ફરવું પડી શકે છે. એક કુવૈતી સંસદીય સમિતિએ અપ્રવાસી ક્વોટા બિલના મુસદ્દાને તાજેતરમાં મંજૂરી આપી હતી. રિપોર્ટ મુજબ સમિતિએ બિલને બંધારણીય ગણાવ્યું હતું જેમાં જોગવાઈ છે કે ભારતીયોની સંખ્યા કુવૈતની વસતીમાં ૧૫ ટકાથી વધુ ન હોવી જોઈએ. તેના માટે વ્યાપક યોજના તૈયાર કરવા પણ કહેવાયું છે. આ પ્રસ્તાવને હવે બીજી સંસદીય સમિતિઓ સમક્ષ પણ મોકલાશે. બિલ પસાર થયા બાદ ત્યાં રહેતા ૧૪.૫ લાખ ભારતીયોમાંથી ૮ લાખ લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ભારતીય વડા પ્રધાન લિયો વરાડકરનું રાજીનામું
લંડનઃ આયર્લેન્ડના ભારતીય વડા પ્રધાન લિયો વરાડકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વરાડકરેએ માઈકલ માર્ટિન સાથે સમજૂતી કર્યા પછી આ રાજીનામું આપ્યું હતું. હવે માઈકલ માર્ટિનનો વડા પ્રધાન બનાવવાનો માર્ગ મોકળો થયો છે. લિયો વરાડકરે નવી સરકારમાં નાયબ વડા પ્રધાન હશે. સમજૂતી અનુસાર વરાડકરે બે વર્ષ પછી ફરીથી વડા પ્રધાન પદ પર આવી શકે છે. નોંધનીય છે કે આયર્લેન્ડમાં વડા પ્રધાન કાર્યાલય પર મુખ્ય બે પક્ષ લિયો વરાડકરેના ‘ફાઈન ગેલ’ અને માઈકલ માર્ટીનના ‘ફિયાના ફેલ’નો કબજો છે. સમજૂતી મુજબ માઈકલ માર્ટીન ડિસેમ્બર-૨૦૨૨ સુધી આયર્લેન્ડનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. ત્યાર પછી ભારતીય લિયો વરાડકરે ફરીથી સત્તા સંભળાશે.
જાપાનમાં પૂર પ્રકોપ ૩૪થી વધુ મોત, લાખો બેઘર બન્યા
ટોક્યોઃ જાપાનમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં ૩૪થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. ભારે વરસાદ અને પૂરને કારણે રેસ્ક્યૂ ઓપરેશન પર પણ માઠી અસર પડી રહી હોવાના અહેવાલ છે. જાપાનના કુમામોટો પ્રાંતમાં સ્થિતિ વધુ કથળેલી છે. અહીં પાંચમીએ લોકો જીવ બચાવવા પોતાના ઘરો પર ચડી ગયા હતા. જેમને હેલિકોપ્ટરથી બાદમાં રેસ્ક્યુ કરાયા હતા. લોકોને બચાવવા તેમજ રાહત સામગ્રી પહોંચાડવા માટે આશરે ૪૦ હજાર જેટલા સૈનિકો, કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત કરાયા છે.
ઓસ્કર વિજેતા સંગીતકાર એનિઓ મોરિકોનનું નિધન
રોમઃ હોલિવૂડના વિખ્યાત સંગીતકાર એનિઓ મોરિકોનનું તેમના રોમના નિવાસસ્થાને સોમવારે નિધન થયું હતું. ૧૯૨૮માં જન્મેલા એનિઓ ૯૧ વર્ષના હતા. તેમના સાથીદારોએ સત્તાવાર રીતે મૃત્યુ અંગે સમાચાર આપ્યા હતા. થોડા દિવસ પહેલાં એનિઓ પડી ગયા હતા એ પછી તેમના કેટલાક હાડકાંને નુકસાન થયું હતું, એનિઓ સાત દાયકા લાંબી કારકિર્દી દરમિયાન ૫૦૦થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
મ્યાનમારઃ ખાણ ધસી પડતાં ૧૬૨ ખાણિયાનાં મોત નીપજ્યાં
થાંગોન: ઉત્તર મ્યાનમારમાં અતિભારે વરસાદના કારણે જેમ સ્ટોનની ખાણમાં ભૂસ્ખલન થતાં બીજી જુલાઈએ ૧૬૨ ખાણિયાનાં મોત થયાના અહેવાલ હતાં. મ્યાનમાર પાયરસર્વિસ ડિપાર્ટમેન્ટેએક ફેસબુક પોસ્ટમાં જણાવ્યં હતું કે ચીનની સરહદ નજીક આવેલા કાચીન સ્ટેટમાં ભારે વરસાદના કારણે જેસ્ટોનની ખાણમાં પુષ્કળ પ્રમાણમાં કાદવ ધસી ગયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખામિયા જવતાં જ દટાઈ ગયા હતાં. અકસ્માતની જાણ થતાં જ રાહત અન બચાવ કાર્ય શરૂ કરાયું હતું અત્યાર સુધીમાં ૧૬૨ ખાણિયાનાં મતૃદેહ બહાર કઢાયો હતાં. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, વરસાદ દરમિયાન જેમ સ્ટોનની ખુલ્લી ખાણોમાં કામ નહીં કરવાની ચેતવણી અપાઈ હોવા છતાં આ ખાણિયા તેમાં કામ કરી રહ્યાં હતાં. ૨૦ ઈજાગ્રસ્તો ખાણિયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.