• ડેનવરમાં પાંચને જીવતા સળગાવ્યાઃ અમેરિકાના શહેર ડેનવરમાં એક ઘરમાં આગ લાગતાં પાંચ લોકો જીવતા સળગી ગયાના અહેવાલ હતા. ઘરને આગ લાગી કે લગાડાઈ એ અંગે પોલીસ ફાયર ફાઇટરો સાથે મળી તપાસ કરે છે.
• બેરુતમાં વિસ્ફોટ પછી સરકારી રાજીનામાંઃ લેબેનોનની રાજધાની બેરુતમાં ૪થીએ સદીના બે ભયંકર વિસ્ફોટ થયા. ૨,૭૫૦ ટન એમોનિયમ નાઈટ્રેટના વિસ્ફોટમાં અડધું બૈરુત તબાહ થયું હતું. એ પછી લોકોએ દેખાવો કરતાં વડા પ્રધાન હસનદીબ સહિત કેબિનેટે રાજીનામું આપ્યું છે. વિસ્ફોટથી મૃતકાંક ૨૦૦થી ઉપર થયો છે.
• કુલભૂષણની ફાંસી સામે ૩ સપ્ટે.એ સુનાવણી: ઇસ્લામાબાદ હાઇ કોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસી વિરુદ્ધ અપીલ અંગે સુનાવણી માટે ચિફ જસ્ટિસ સહિત ૩ જજની લાર્જર બેન્ચ બનાવી છે. જોકે આ કેસમાં આગામી સુનાવણી ૩ સપ્ટેમ્બરે થશે. જાધવને જાસૂસીના આરોપસર ફાંસીની સજા સંભળાવાઇ હતી. જોકે, આંતરરાષ્ટ્રીય કોર્ટે ફાંસી પર રોક લગાવી સજાની ન્યાયિક સમીક્ષા કરવા કહ્યું હતું.