સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Monday 15th February 2021 15:37 EST
 

• આકાંક્ષા અરોરા યુએન સેક્રેટરી જનરલની રેસમાંઃ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યુનાઇટેડ નેશન્સ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)માં ઓડિટ કો ઓર્ડિનેટર તરીકે કાર્યરત આકાંક્ષા અરોરા (ઉં ૩૪)એ યુએનની આગામી વડા બનવા માટે ૧૩મીએ દાવેદારી નોંધાવી હતી.
• યુએઇનું યાન ‘હોપ’ મંગળની ભ્રમણકક્ષામાં દાખલઃ આરબ અમીરાતનું પ્રથમ અવકાશ યાન ‘અમલ’ (હોપ) સાત મહિનામાં ૩૦ કરોડ માઇલની મુસાફરી કરીને મંગળ ગ્રહની નજીક પહોંચ્યું છે.
• બાંગ્લાદેશમાં પ્રકાશકની હત્યા કરનાર આઠને ફાંસીઃ આઠ ઇસ્લામિક કટ્ટરોએ ૩૧મી નવેમ્બર ૨૦૧૫ના રોજ ઢાકામાં શાહાગમાં જગરીતિ પ્રકાશનના માલિક ફૈઝલ અરેફિનને તેની ઓફિસમાં ફાંસીએ લટકાવ્યા હતા. આ આઠેયને બાંગ્લાદેશની એન્ટી ટેરેરિઝમ સ્પેશિયલ ટ્રિબ્યૂનલ કોર્ટે ૧૦મીએ ફાંસી ફટકારી હતી.
• હુથી બળવાખોરોનો હુમલોઃ યમનના હુથી બળવાખોરોએ ૧૦મીએ દક્ષિણ-પશ્ચિમ સાઉદી અરેબિયાના એરપોર્ટને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. સદનસીબે આ હુમલામાં કોઇ જાનહાનિ થઈ નથી.
• ગુયાનામાં ઇબોલા મહામારી જાહેરઃ આફ્રિકન દેશ ગુયાનામાં ૧૫મીએ ઇબોલાથી ૩નાં મોત અને ચારની હાલત કથળતાં દેશમાં ઈબોલાને મહામારી જાહેર કરાઇ હતી.
• પાકિસ્તાનમાં ચીન-અમેરિકા-રશિયાની નેવીની કવાયતઃ અરબ સાગરમાં પાક. જળસીમામાં ચીન-અમેરિકા-રશિયા જેવા ૪૫ દેશોની નૌસેના દ્વારા સંયુક્ત લશ્કરી કવાયત ૧૩મીથી શરૂ થઈ હતી.
• અમેરિકામાં હિમવર્ષાથી ડલાસમાં ૭૬૦ ફ્લાઇટ રદઃ અમેરિકામાં ભારે હિમવર્ષાના કારણે ૧૫મી ફેબ્રુઆરીએ અનેક રસ્તા બંધ કરાયા અને ૧૫મીએ ડલાસ એરપોર્ટ પરથી ૭૬૦ ફ્લાઈટ રદ કરાઈ હતી.
• ટેલિ માર્કેટિંગ ફ્રોડમાં ભારતીયને જેલઃ વોશિંગ્ટન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ટેલિ માર્કેટિંગ ફ્રોડમાં સંડોવાયેલા ૩૨ વર્ષીય મનિષકુમારને બે વર્ષની જેલ સંભળાવી હતી.
• મેક્સિકોમાં ૧૮ પોલિથીનમાં માનવ અંગો મળ્યાઃ મેક્સિકોમાં પોલીસને ૧૮ પ્લાસ્ટિક બેગમાં ખોપરીથી લઇને દરેક પ્રકારના માનવ અંગો મળી આવ્યા છે. પોલીસને શંકા છે કે હત્યા બાદ મૃતકોનાં અંગો કાપીને બેગમાં ભરીને નંખાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter