• એટલાન્ટાના હાર્ટ્સફિલ્ડ એર પોર્ટમાં રવિવારે ૧૧ કલાક સુધી વીજ પૂરવઠો ખોરવાતાં ૧૦૦૦ ફલાઇટ્સ રદ કરવી પડી હતી.
• આઈએસને બિટકોઈન્સની મદદ કરતી પાકિસ્તાની અમેરિકન મહિલા ઝુબી શહેનાઝ (૨૭)ની ધરપકડ ૧૫મીએ કરાઈ હતી.
• ભારતીય અમેરિકન કરુણાંકર કારેંગલે જીફી કનવિનિયન્સ માર્ટમાં કામ કરતા હતા ત્યાં બે બંદૂકધારીએ લૂંટના ઈરાદે ફાયરિંગ કરતાં તેઓ ઘાયલ થયા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ્યાં ૧૫મીએ તેમનું મૃત્યુ થયું હતું.
• અમેરિકામાં આવેલા નેવાડામાં હેલ્થકેર કૌભાંડમાં ગુજરાતી કાર્ડિઓલોજીસ્ટ દેવેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ.
• અમેરિકાના બાલ્ટિમોરમાં ડિસેમ્બર સુધીમાં હત્યાના ૩૧૩ કિસ્સા નોંધાયા છે. ડિસેમ્બરમાં આવા વધુ બનાવો નોંધાવાની વકી જોતાં ૧૯૯૦ની શરૂઆતમાં નોંધાયેલા હત્યાના વિક્રમરૂપ ૩૫૩ કેસો કરતાં તે સંખ્યા આ વર્ષે વધી જવાની શક્યતા છે.
• કોન્સર્ટ, કોમે઼ડી શો, સ્ત્રીઓને ડ્રાઈવિંગ પરથી પ્રતિબંધ ઉઠાવાયા પછી સાઉદી અરેબિયામાં સિનેમા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. આગામી માર્ચથી સિનેમાગૃહોમાં ફિલ્મો દર્શાવાશે.
• ચીનમાં ભાડૂતી બોયફ્રેન્ડસ અને ભાડૂતી બ્રાઈડસમેઈડ પછી પેચીદી પરિસ્થિતિને પહોંચી વળવાે ભાડૂતી પેરન્ટ્સ પણ મળે છે.
• પાકિસ્તાનના ક્વેટામાં બેથેલ મેમોરિયલ ચર્ચ પર ૧૭મીએ થયેલા આત્મઘાતી હુમલામાં નવનાં મોત થયા અને ૪૪થી વધુ ઘવાયા છે.
• પૂર્વ ફિલીપીન્સમાં ટ્રોપિકલ કાઇ-ટાક વાવાઝોડું ત્રાટકતાં પૂરની પરિસ્થિતિ છે. સરકારી અહેવાલો પ્રમાણે આ આપત્તિમાં ત્રણનાં મોત થયાં છે અને ૭૭૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
• ઈન્ડોનેશિયાના જાવામાં ૬.૫નો ભૂકંપ આવતાં બેનાં મોત થયાં છે અને સેંકડો મકાનો ધરાશયી થઈ ગયાં છે.
• મુંબઈના સાકીનાકામાં ફરસાણની દુકાનમાં સોમવારે આગ લાગતાં દુકાનમાં ૧૨ જેટલા કામદારોનાં જીવ રુંધાવાથી મૃત્યુ થયાં. • દેશમાં વિમાની સેવામાં ટિકિટો રદ કરતાં મુસાફરોના રૂ. ૩૦૦૦ કાપી લેવાતા હતા જે નિયમ રદ થતાં હવે ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ મુસાફરો કેન્સલ કરાવે તો પણ આ રકમ કપાશે નહીં.
• ભારત આગામી ૨૦ વર્ષ સુધી ૮ ટકાના દરે વિકાસ કરી શકે છે તેવું તાજેતરમાં યુએન એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
• વિવાદાસ્પદ કોલસા કૌભાંડમાં સીબીઆઈ કોર્ટ દ્વારા ઝારખંડનાં પૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડાને ૩ વર્ષની જેલ અને રૂ. ૨૫ લાખનો દંડ.
• ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના દરેક ઉમેદવારની હાર પછી પક્ષે નિવેદન આપ્યું કે, ભાજપનો વિજય થયો, પણ સાચી જીત તો રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસની થઈ છે.
• ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ભાજપની ગુજરાતમાં આ નૈતિક હાર છે. આ જીત બેલેન્સ્ડ છે કેમ કે ભાજપ બહુ વધુ બેઠકો નથી મેળવી શક્યું.