સંક્ષિપ્ત સમાાર (દેશ વિદેશ)

Tuesday 21st January 2020 06:34 EST
 

• યમનમાં આતંકી હુમલામાં ૧૧૧નાં મોતઃ યમનમાં તાજેતરમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં ૧૧૧ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શિયા મુસ્લિમોના બળવો કરનારા ઈરાન સમર્થિત હુથી સંગઠને કર્યો હતો. સુરક્ષા વિભાગે જણાવ્યું છે કે, મરાબીમાં આવેલી મસ્જિદમાં મિસાઇલોથી થયેલા હુમલામાં સ્થળ પર જ ૧૦૦ લોકો માર્યા ગયા હતા જ્યારે ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘાયલોની સંખ્યા ૧૬૦થી વધુ છે. જે વિસ્તારમાં હુમલો કરાયો તેને યમન સૈન્ય કેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.
• ભારતીય શિક્ષિકાને ચીનમાં રહસ્યમય ચેપ લાગ્યોઃ ચીનમાં રવિવારે જીવલેણ કોરોના વાઈરસના ૧૭ નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ૩ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ તમામ કેસ ચીનના લુહાન શહેરમાં પ્રકાશમાં આવ્યા છે. બીજી તરફ ચીનનાં શેન્ઝેનવની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ભારતીય મહિલા પ્રીતિ મહેશ્વરી ખતરનાક વાઈરસનો ભોગ બનનાર પ્રથમ વિદેશી નાગરિક છે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી છે. ગયા શુક્રવારે તે ગંભીર રીતે માંદગીમાં પટકાઈ હતી. તેના
પતિ આયુષ્યમાન કોવાલે કહ્યું કે તે રહસ્યમય વાઈરસનો ભોગ બની હોવાની તબીબોએ પુષ્ટી કરી છે.
• ૨૫૦ કિલો વજનનો આતંકી ઝડપાયોઃ ઇરાકી દળોની સ્વાત ટીમે મોસૂલમાંથી આઇએસ સંગઠનના મૌલવીની ૧૯મીએ ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર મૌલવી જબ્બા દ જિહાદી તરીકે જાણીતા આ આતંકીનું વજન ૨૫૦ કિલો છે. તેની ધરપકડ બાદ પોલીસ મથકે લઇ જવા પિક અપ ટ્રક બોલાવવી પડી હતી. આ આતંકવાદીનું વજન એટલું છે કે પોલીસને જોયા પછી પણ તે પથારીમાંથી હલી નહોતો શક્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter