ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડામાં રહેતાં દંપતી બેવ અને જોન માર્ટિને પોતાની તમામ સંપત્તિ વેચીને દુનિયા ફરવા નીકળ્યાં છે. આ દંપતી વર્ષ 2020માં સેનામાંથી નિવૃત્ત થયું હતું. આ પછી બંનેએ એકલતા દૂર કરીને કંઈક અલગ કરવાની પ્રબળ ઈચ્છા સાથે આ સફર શરૂ કરી હતી, જે સતત ચાલી રહી છે. તેમણે સૌપ્રથમ અમેરિકા અને આસપાસના દેશોનો પ્રવાસ કર્યો, અને પછી દુનિયાના બીજા દેશો ફરવાનું શરૂ કર્યું. આમ અત્યાર સુધીમાં 92 દેશોની યાત્રા પૂર્ણ કરી છે, જેમાં ભારત પણ સામેલ છે. યાત્રાના ખર્ચને પહોંચી વળવા માટે આ દંપતી એક રિટાયર્મેન્ટ ટ્રાવેલર્સ નામનો બ્લોગ પણ ચલાવે છે. આ કપલની સફર 2021માં શરૂ થઈ હતી.
જોનના મુજબ તેમની સૌથી ખાસ સફર યૂક્રેનની હતી કારણ કે તેમના દાદા 1900ના દાયકામાં યૂક્રેનથી અમેરિકા આવ્યા હતા. આ દંપતીએ તેમની મિલકત વેચીને એકત્ર કરેલા મોટા ભાગનાં નાણાં દાનમાં આપ્યા અને અમુક રકમ તેમનાં બાળકોને આપી. આ કપલે તાજેતરમાં આફ્રિકાના જંગલ સફારીની મજા માણી હતી.