જમ્મુઃ રવિવારે પાકિસ્તાન સેનાએ પુંછ જિલ્લાના દિગવર સેક્ટરમાં ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કરતાં ધમકી આપી હતી કે જો ભારત એક વખત હુમલો કરે છે તો અમે ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરીશું. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં આ નિવેદન આપ્યું ત્યારે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા પણ હાજર હતા. જોકે પાકિસ્તાને ગોળીબાર કરતાં ભારતીય સેના પણ સજાગ થઈ ગઈ હતી અને વળતાં પ્રહારો પછી પાકિસ્તાન સેનાએ પીછેહઠ કરી હતી.