શ્રીનગરઃ પાકિસ્તાન દ્વારા ભારતની સરહદોએ ડ્રોનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. બીએસએફના ડાયરેક્ટર જનરલ પંકજ કુમારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે પાકિસ્તાન દ્વારા ડ્રોનનો ઉપયોગ વધીને બે ગણો થઈ ગયો છે. ડ્રોનની મદદથી પાકિસ્તાન ભારતમાં ડ્રગ્સ અને હથિયારો ઘૂસાડવા લાગ્યું છે. બીએસએફના ડીજીપી પંકજ કુમાર સિંઘે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે પાકિસ્તાન સરહદેથી ભારતમાં ઘૂસી આવતા ડ્રોનનું પ્રમાણ અગાઉ કરતાં બે ગણું વધી ગયું છે.