નાઈજિરિયાઃ કડુના વિસ્તારમાં એક ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાંથી ૩૦૦થી વધારે પુરુષો અને બાળકોને છોડાવાયાં છે. એમાં ૧૦૦ બાળકો એવા હતાં જેમને સાંકળોથી બાંધી રખાયાં હતાં અને એમાં ૯ વર્ષના માસૂમ બાળકોનો પણ સમાવેશ છે. બંધક બનાવાયેલા બાળકોનું બોર્ડિંગ સ્કૂલનો સ્ટાફ શારીરિક શોષણ પણ કરતો હતો. પોલીસે સ્કૂલના માલિક અને છ સ્ટાફ મેમ્બર્સની ધરપકડ કરી છે. બોર્ડિંગ સ્કૂલમાં કુરાનનું શિક્ષણ અપાતું હતું. બાળકોને મમ્મી-પપ્પાને લાગતું કે તેમના બાળકોને પવિત્ર શિક્ષણ મળી રહ્યું છે, પણ તેમના પર સૌથી વધારે અત્યાચાર ગુજારાતો હતો. આ સિવાય ડ્રગ્સની લત ધરાવતા લોકોને એનાથી છુટકારો અપાવવા અને બીમાર લોકોનો ઉપચાર કરાવવા માટે પણ આ બોર્ડિંગમાં રખાતા હતા. આ તમામને તદ્દન અમાનવીય પરિસ્થિતિમાં રાખવામાં આવતા હતા. ૧૦ વર્ષથી કાર્યરત આ સ્કૂલમાં બાળકોનું શોષણ કરાય છે એવી માહિતિ પ્રાપ્ત થતાં પોલીસે દરોડો પાડ્યો હતો.