ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી. જેમાં 45 સાન્તા ક્લોઝને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. આ વર્કશોપ દરમિયાન સાન્તા ક્લોઝે કેવી દાઢી અને કેવા વાળ રાખવા જોઇએથી લઈને અબાલવૃદ્ધ સાથે કેવો વ્યવહાર કરવો જોઇએ જેવી બાબતો શીખવવામાં આવે છે.