એડમન્ટ: કેનેડાની પોલિસ દ્વારા કેનેડામાં સાઉથ એશિયન બિઝનેસમેન પાસેથી ખંડણી માંગતા 6 પંજાબી યુવકોની ધરપકડ કરવામાં આવી છે. સાતમા શકમંદને પકડવા કેનેડામાં વોરન્ટની બજવણી કરાઇ છે. ખંડણીખોર પંજાબી યુવકોએ તેમનાં કાળા ધંધાને ‘પ્રોજેક્ટ ગેસલાઈટ’ એવું નામ આપ્યું હતું.
પંજાબી યુવકો દ્વારા એડમન્ટ વિસ્તારમાં બિઝનેસ કરતા સાઉથ એશિયનોને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા. પકડવામાં આવેલા શકમંદોમાં જશનદીપ કૌર, ગુરકરણ સિંહ, માનવ હીર, પરમિન્દર સિંહ, દિવનૂર અશ્ત, તેમજ એક 17 વર્ષનો યુવકનો સમાવેશ થાય છે તેમની સામે કુલ 54 આરોપો લગાવવામાં આવ્યા છે. પંજાબી યુવકો દ્વારા ખંડણીનાં 40 કિસ્સામાં તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સામાં કેવેના નેબરહૂડમાં અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગજની અને હુમલાના કેસનો સમાવેશ થાય છે. 25 જુલાઈએ એડમોન્ટન પોલીસ દ્વારા પાંચ પુરુષો અને એક મહિલાને આ કેસમાં પકડવામાં આવ્યા હતા. એડમોન્ટન પોલીસનાં જણાવ્યા મુજબ આ તેમના ઈતિહાસમાં એક મોટામાં મોટી તપાસની ઘટના છે. જેમાં આરોપીઓ પર અનેક આરોપો લગાવાયા છે.