રિયાધ: સાઉદી અરબે પ્રથમ વખત મહિલા રાજદૂતની નિયુક્તિ કરી છે. જમાલ ખશોગીની હત્યા પછી અમેરિકા સાથેના વણસી રહેલા સંબંધો વચ્ચે અમેરિકામાં રાજદૂત તરીકે ફરજ બજાવી રહેલા કિંગ સલમાનના પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાન અલ સાઉદને અમેરિકાથી પાછા બોલાવીને નાયબ સંરક્ષણ પ્રધાનપદ સોંપવામાં આવ્યું હતું, હવે તેમનું સ્થાન અમેરિકામાં રાજદૂતપદે લાંબો સમય સેવા આપી ચૂકેલા બંદાર બિન સુલતાન અલ સાઉદનાં પુત્રી પ્રિન્સેસ રીમા બિન્ત બંદાર અલ સાઉદ લેશે.