રિયાધઃ સાઉદી અરબ પર્યટનને વેગ આપવા માટે હવે પર્યટક વિઝા ઇસ્યુ કરશે. વિશ્વ પર્યટન દિવસે સાઉદીના સત્તાવાળાએ આ જાહેરાત કરી હતી. સાઉદી અરબ હવે અર્થવ્યવસ્થાને આગળ વધારવા તેલ પર જ નિર્ભર રહેવાનું વલણ બદલવા માગે છે. ક્રાઉન પ્રિન્સ સલમાન આ હેતુસર વિઝન ૨૦-૩૦ કાર્યક્રમ સામે મૂકી ચૂક્યા છે. શાસન પર્યટન રાહેત આવક મેળવવાનો ઇરાદો ધરાવે છે.
આ પહેલા સાઉદી દ્વારા માત્ર વિદેશમાંથી નોકરી કરવા આવતા કામદારો અને તેમના કુટુંબીજનો મક્કા-મદિના આવનારા મુસ્લિમ તીર્થયાત્રીઓને જ વિઝા ઇસ્યુ થતા હતા. સાઉદી એરબના પર્યટન પ્રધાન અહમદ અલ-ખતિબે જણાવ્યુ હતું કે સાઉદી પાસે પર્યટકોને જે બતાવવા લાયક છે તે જોઈને તેઓ ચોંકી જશે. સાઉદી પાસે પર્યટકોને બતાવવા યુનેસ્કોની પાંચ હેરિટેજ સાઈટ, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રાકૃતિક સંપદા છે. સાઉદી અરબ વિશ્વભરમાં સૌથી કટ્ટરપંથી દેશ તરીકે ઓળખ ધરાવે છે.