ચંડીગઢઃ પંજાબના ૨૭ વ્યક્તિનાં અવશેષોને ઈરાકના મોસુલથી વતન પરત લવાયા તેના ગણતરીના દિવસોમાં જ હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં પંજાબના ૨૭ અને પડોશી રાજ્યના અન્ય ચાર નાગરિકો ફસાઈ ગયા હોવાના અહેવાલ છે. ટ્રાવેલ એજન્ટે તેમને ભોળવીને નોકરી માટે આ દેશોમાં પહોંચાડ્યા પછી હવે તેમની ભારત વાપસી પણ મુશ્કેલ બની ચૂકી છે. આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય જેય કિશનસિંહ અને આપના પ્રવક્તા હરજોતસિંહ બંનેએ વિદેશમંત્રાલયને આ અંગેની વિગતો પાઠવીને તેમની મદદ માગી છે. પશ્ચિમ એશિયાના આદેશોમાં ફસાઈ ગયેલા આ ભારતીય નાગરિકોએ નોકરી રોજગારની શોધમાં દેશ છોડ્યો ત્યારે તેમને ખબર નહોતી કે તેમનું ભાવિનું શું થશે? ટ્રાવેલ એજન્ટ્સની વાતોમાં આવી જઈને તેઓ આરબ દેશોમાં પહોંચ્યાં હતા.