રિયાધઃ ભ્રષ્ટાચાર અને ઉચાપત દ્વારા ૧૦૦ અબજ ડોલરનો દુરુપયોગ કરવા બદલ અત્યાર સુધીમાં ૨૦૧ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમ સઉદી અરેબિયાએ જણાવ્યું હતું. સાઉદીના એટર્ની જનરલ સઉદ અલ મોજેબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોથી નવેમ્બરથી અત્યાર સુધીમાં ૨૦૮ લોકોને પૂછપરછ માટે બોલવવામાં આવ્યા હતાં. જે પૈકીને ૬ લોકોને નિર્દોષ છોડી દેવાયા છે. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન ભ્રષ્ટાચાર અને ઉચાપત દ્વારા ૧૦૦ કરોડ ડોલરના દુરુપયોગ કરવાના આક્ષેપોની છેલ્લા ત્રણ વર્ષથી તપાસ કરવામાં આવી રહી હતી.