સાઉદીનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ રિલાયન્સ રિટેલમાં રૂ. ૯૫૫૫ કરોડ રોકશે

Tuesday 10th November 2020 14:56 EST
 
 

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં સાઉદી અરેબિયાનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (પીઆઈએફ) રૂ. ૯૫૫૫ કરોડમાં ૨.૦૪ ટકા હિસ્સો ખરીદશે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં તાજેતરમાં જણાવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ) જાહેરાત કરી હતી કે, પીઆઈએફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડરી આરઆરવીએલમાં ૯૫૫૫ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સમજૂતી માટે રિલાયન્સ રિટેલનું મૂલ્ય ૪.૫૮૭ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. ૯૫૫૫ કરોડ રૂપિયાના રોકાણના બદલામાં પીઆએફને આરઆરવીએલનો ૨.૦૪ ટકા હિસ્સો મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter