વોશિંગ્ટનઃ સાઉદી અરેબિયાના બે ઓઇલ પ્લાન્ટ પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલામાં ઈરાનની સ્પષ્ટપણે સંડોવણી હોવાનો અમેરિકાને વિશ્વાસ હોવાના અહેવાલ છે. આ કારણે જ અમેરિકાએ સાઉદી અરેબિયામાં લશ્કર તૈનાત કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હોવાના સમાચાર છે. અમેરિકી રક્ષા પ્રધાન માર્ક એસ્પરે કહ્યું તાજેતરમાં કહ્યું છે કે, સાઉદી અરેબિયામાં હવે પછીના હુમલાને રોકવા માટે પ્રમુખ ટ્રમ્પે સેના અને જરૂરી હથિયારોની તૈનાતીની મંજૂરી આપી છે. જે હથિયારોને ગોઠવવામાં આવી રહ્યાં છે તેમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ સામેલ છે. એસ્પરે કહ્યું કે, સાઉદી અરેબિયાએ ફરી હુમલાની આશંકાને કારણે અમેરિકાની સહાય માગી છે.