રિયાદઃ સાઉદી અરબમાં મહિલાઓ હવે પુરુષ વાલીઓની મંજૂરી વિના વિદેશયાત્રા કરી શકશે. સાઉદી સરકારે બીજીએ આદેશ જારી કરતા પહેલી વખત મહિલાઓને આ છૂટ આપી છે. નવા કાયદા હેઠળ હવે ૨૧ વર્ષથી વધુની મહિલાઓ પાસપોર્ટ લઈ શકે, લગ્ન કરી શકે અને દેશ પણ છોડી શકે છે. અગાઉ ગાર્ડિયનશિપ હેઠળ સ્ત્રીઓને કાયમી ધોરણે સગીર મનાતી. જેથી પરિવારના પુરુષ (પિતા, પિતા કે વાલી)ને મહિલાઓ પર મનમરજી મુજબનો અધિકાર જમાવવાનો હક મળી જતો હતો. મહિલાઓ પર આ પ્રતિબંધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરબ ટીકાઓનો શિકાર થઈ રહ્યું હતું અને ઘણી મહિલાઓએ દેશમાંથી ભાગવાની કોશિશ કરી હતી.
વાસ્તવમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન સત્તામાં આવ્યા પછી બે વર્ષમાં અહીં મહિલાઓને ઘણા અધિકાર મળ્યા છે. જેમાં ફૂટબોલ સ્ટેડિયમમાં બેસી મેચ જોવી, ડ્રાઇવિંગ કરવું સહિતનાં પગલાંનો સમાવેશ થાય છે.